4000 લીટર દેશી દારૂના આથા સહિત લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ત્રણ આરોપીને પકડી લેવાયાવાંકાનેર : વાંકાનેર તાલુકાનું વિરપર ગામ દેશી દારૂનું હબ બની ગયું હોય તેવી સ્થિતિ વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસે સર્જીકલ સ્ટ્રાઈક કરી વિરપર ગામે દેશી દારૂની ત્રણ ચાલુ ભઠ્ઠી ઉપર દરોડા પાડી 4000 લીટર આથા સહિત લાખોનો મુદામાલ કબ્જે કરી દેશી દારૂના ત્રણ ધંધાર્થીઓને દબોચી લીધા હતા.પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વિરપરની ધોરી તલાવડી પાસે આરોપી હિતેશ કરશનભાઇ ડાંગરોચાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડી 50 લીટર ગરમ આથો, 1600 લીટર ઠંડો આથો, 40 લીટર દેશી દારૂ સહિત કુલ રૂપિયા 52 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વિરપર ગામમાં રહેતા આરોપી ભાવેશ પ્રેમજી દેકાવાડિયાના રહેણાંકના ફળિયામાં દરોડો પાડી 400 લીટર ઠંડો, 20 લીટર ગરમ આથો, 10 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 14,050નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.જ્યારે ત્રીજા દરોડામાં વિરપર ગામે આરોપી રણજીત ચતુરભાઈ દેકાવાડિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી પાડી 60 લીટર ગરમ આથો, 1500 લીટર ઠંડો આથો, 35 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 60,050નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.