મોરબી જિલ્લાના ઈચ્છુક ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મોરબી : આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧/૨૦૨૪ થી ૦૨/૧૨/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૪-૨૫ માટે કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર ઘટકો માટે અરજીઓ મેળવવાની થાય છે.રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ ૨૬/૧૧/ ૨૦૨૪ થી ૦૨/૧૧/૨૦૨૪ માટે ખેડૂતોને ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.