ટંકારા : ટંકારા પોલીસે ચોરાઉ રીક્ષા સાથે બે શખ્સોને ઝડપી પાડી લજાઈ ગામેથી ગઈકાલે ચોરાયેલ રીક્ષાના બનાવનો ભેદ ઉકેલ્યો છે. બન્ને શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન સામે વાહન ચેકીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલ કે સી.એન.જી. રીક્ષા નંબર- GJ-36-U-8976 કોઇ ચોર હંકારી રાજકોટથી મોરબી તરફ જઇ રહ્યો છે. જેને આધારે રીક્ષા સાથે મુકેશભાઇ અરજણભાઇ ગુજરાતી ઉ.વ.૪૦ અને અર્જુનભાઇ જયંતીભાઇ સોલંકી ઉ.વ.૨૫ નીકળતા તપાસ કરતા રીક્ષા હાર્દીકભાઇ મહેશભાઇ સેરસીયા રહે. મોરબી વાવડી રોડ,ભુમિટાવર કેનાલ રોડ, નાની વાવડી, સીધ્ધી વિનાયક સોસાયટી શેરી નં-૦૨ વાળાના નામે હતી. બન્ને શખ્સોની વધુ પૂછપરછ કરતા તેને આ રીક્ષા ગત તા.૨૩ના રાત્રીના લજાઇ ગામેથી ચોરી કરેલી હોવાની કબુલાત આપી હતી.