મોરબી : મોરબીમાં જુના આરટીઓ પાસે અજાણ્યા રીક્ષા ચાલકે મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ ફાયર વિભાગે યુવકની શોધખોળ ચલાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં જુના આરટીઓ પાસે મચ્છુ-3ના પુલ ઉપરથી આજે અવારે કોઇ અજાણ્યા રીક્ષા ચાલકે આવી પુલ ઉપરથી નદીમાં છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આ વ્યક્તિની શોધખોળ ચલાવી છે.