મોરબી : એક સદગૃહસ્થ તરફથી નામ ન આપવાની શરતે લીલાપર રોડ ઉપર આલાપ સોસાયટી સામે ડો. હસ્તિબેન મહેતાના ૧૪૫માં મેડિકલ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦થી ઉપરની ઊંમરના વ્યક્તિઓ એ વધુ લાભ લીધો હતો. તેમનું વજન કરી બ્લડ સુગર તેમજ બીપી ચેક કરીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી. મોટે ભાગે વા , સાંધા, કમર, ખભા, ઘૂંટણના દર્દીઓ હોય જયસુખભાઇ ભાલોડિયા દ્વારા પોઇન્ટ ની વિશેષ સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા ધર્મિષ્ઠા વ્યાસનો સહયોગ મળ્યો હતો. કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિનભાઇ દેસાઈ, કૌશીકા રાવલ વગેરે સહિતનાએ સેવા આપી હતી.