આવા અફવાભર્યા મેસેજ કે વિડીયો વાયરલ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશેમોરબી : છોકરા પકડવાવાળી ગેંગ આવી છે. આવી અફવાઓ છાશવારે થોડા થોડા સમયે સોશિયલ મીડિયામાં ફેલાતી રહે છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે આવી અફવાથી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. તાજેતરમાં જ હળવદમાં છોકરા પકડવા વાળી ગેંગ આવી હોય, જે છોકરાઓને પકડી જાય છે. તેવો ઓડિયો સાથેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આવા મેસેજથી લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. મોરબી જિલ્લા પોલીસે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ મેસેજને અફવા ગણાવી છે. વધુમાં પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જો કોઈ આવા અફવાભર્યા મેસેજ કે વિડીયો વાયરલ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા જનતાની મદદ અર્થે નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઇમરજન્સી અને પોલીસ માટે 100, મહિલા સહાય માટે 181, સાયબર હેલ્પલાઇન માટે 1930 અને ચાઈલ્ડ હેલ્પલાઇન માટે 1098 નંબર જાહેર કરવામાં આવ્યો છે.