વાંકાનેર : આજરોજ ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને મહારાષ્ટ્ર રાજ્યના વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ત્યારે વાવ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે અને બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપની આ જીતની વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ઉજવણી કરી હતી. ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ભાજપના સૌ કાર્યકર્તાઓને મોં મીઠા કરાવ્યા હતા અને ભાજપના જીતની ઉજવણી કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા.