મોરબી : મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર ડિવાઈડર મુકવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે આનાથી લોકોને રોડ ઉપર આવવા માટે સુધી ફરવા જવું પડશે. પ્રાપ્ત વિગતો અનુસાર લાલપર નજીક નેશનલ હાઇવે ઉપર આજે તંત્ર દ્વારા ડિવાઈડર મુકવામાં આવ્યું છે. અહીંથી ગ્રામજનો રોડ ઉપર આવતા હતા અને રોડ ક્રોસ કરતા હતા. પણ હવે ત્યાં કામ ચલાઉ ડિવાઈડર મૂકી દઇ રસ્તો બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. આનાથી ગ્રામજનોને રોડ ઉપર આવવા માટે દૂર સુધી ફરવું પડશે. આનાથી ગ્રામજનોની હેરાનગતિ વધશે તેમ ગ્રામજન મયુર આઘારાએ જણાવ્યું છે.