ઉતરપ્રદેશનો યુવાન કારખાના બહાર નીકળતા અજાણ્યા હત્યારાએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી નાખ્યોમોરબી : મોરબી તાલુકાના હરિપર કેરાળા ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન ગતરાત્રીના કામ સબબ કારખાનની બહાર નીકળતા અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના હરિપર કેરાળા ગામે આવેલ આઇકોલેક્સ કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ધર્મેન્દ્રસિંઘ લક્ષ્મણસિંઘ ઉ.32 નામના યુવાનની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખતા કારખાનના લેબર કોન્ટ્રકટરના ભાઈ કરનસિંઘ પ્રથમસિંઘ નાયક રહે.જાંબુડિયા મૂળ રહે.રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભેદભરમ સર્જતી આ ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.