મોરબી : મોરબીના સો- ઓરડી વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિર પાછળ જિલ્લા પંચાયત સેવા સદન સામે તારીખ 3-12-2024 ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે મહાદેવભાઈ મોહનભાઇ ડાભી તથા ડાભી પરિવાર દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમિયાનગરના પ્રખ્યાત જય ચામુંડા રામામંડળ દ્વારા રામામંડળ રમવામાં આવશે.