મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીને આધારે શહેરના રણછોડનગર વિસ્તારમાં અમૃતપાર્ક નજીકથી મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની અને હાલમાં સેન્ટમેરી સ્કૂલ પાછળ રણછોડનગરમા રહેતા અજયકુમાર મનભરણ સિંઘ ઉ.36 નામના શખ્સને રૂપિયા 10 હજારની કિંમતના તમંચા અને 4 જીવતા કારતુસ કિંમત રૂપિયા 400 મળી કુલ રૂપિયા 10,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.