નવલખી રોડ ઉપર હોટેલમા અને શોભેશ્વર રોડ ઉપર કારખાનામાં બનેલી ઘટનામોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર કારખાનાના લેબર કવાટર્સમાં ઉત્તરપ્રદેશમાં શ્રમિક યુવાને તેમજ નવલખી રોડ ઉપર હોટેલના રૂમમાં મોરબીના ખેવારીયા ગામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પ્રથમ બનાવમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ હોમ ડેકોર સેનેટરીવેર્સના લેબર કવાટર્સમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની પ્રશાંતકુમાર રતનલાલ યાદવ ઉ.27 નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં મોરબીના નવલખી રોડ બાયપાસ ઉપર આવેલ પવિત્ર હોટલના રૂમમાં મોરબીના ખેવારીયા ગામે રહેતા હિમાંશુભાઈ વસંતભાઈ રાજપરા ઉ.24 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.