મોરબી : મોરબી- રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે ઓનેસ્ટ હોટેલની પાછળ આવેલ આર્વી ઓફસેટની ઓફિસમાં વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં બે તસ્કરો ત્રાટકયા હતા. આ બન્નેને રૂ.700ની રોકડ હાથ લાગી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.