મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. 25 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરવા જણાવાયું હતું જો કે હવે આ મુદ્દત વધારીને 30 નવેમ્બર કરી દેવામાં આવી છે. એટલે કે ખેડૂતો 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશે.