વાવડી રોડ ઉપર ગરબા શીખવા જતી સગીરા સાથે પરિચય કેળવ્યા બાદ લખણ ઝળકાવ્યા, પોકસો હેઠળ ગુન્હો દાખલમોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ડાન્સ ક્લાસિસમાં ગરબા શીખવા જતી સગીરા સાથે પરિચય કેળવી વિધર્મી શખ્સે સગીરાનું અપહરણ કરી લઈ જતા ચકચારી બનાવ અંગે સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ બાદ સીટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈ પોકસો કાયદાની કલમ ઉમેરી આજે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમા રહેતા એક પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ થઇ જતા સગીરાના માતાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા સીટી એ ડિવિઝન પોલીસે આ ગંભીર બનાવમાં ત્વરિત તપાસ શરૂ કરી આરોપી એવા ઇરફાન અલિભાઈ માણેક રહે.વીસીપરા કુલીનગર વાળાને દબોચી લીધો હતો.વધુમાં આ ચકચારી બનાવમાં સીટી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ બાદ આરોપી ઇરફાન અલીભાઈ માણેકની ધરપકડ કરી લઈ પૂછતાછ કરતા આરોપી ઇરફાન વાવડી રોડ ઉપર આવેલ ડાન્સ ક્લાસીસમાં ગરબા શીખબતો હોય ગરબા શીખવા આવતી સગીરા સાથે પરિચય કેળવી સગીરાનું અપહરણ કર્યું હોવાનું સામે આવતા આરોપી વિરુદ્ધ પોકસો એકટની કલમનો ઉમેરો કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કર્યાનું જણાવ્યું હતું.