મોરબી : મોરબીના સામાજિક કાર્યકર દેવેશભાઈ રાણેવાડીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમ ખાતે કરીને સમાજને નવો રાહ ચિંધ્યો છે. દેવેશભાઈ રાણેવાડીયાએ પોતાના જન્મદિવસે વીશીપરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં જઈને પોતાના હાથે વૃદ્ધોને જમાડ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આમ જન્મદિવસે ખોટા ખર્ચા કરવાને બદલે દેવેશભાઈ રાણેવાડીયાએ વૃદ્ધોને જમાડીને સાર્થક ઉજવણી કરી હતી.