ડીવાયએસપીએ ત્રણ ટિમો બનાવી જાત તપાસ કરી : વિડીયોમાં દેખાતા બન્ને કેદીઓએ ભુજ જેલમાં સાથે નાસ્તા-પાણી કરતા હોવાની કબૂલાત આપી https://youtu.be/mWu2oPP8Ul4મોરબી : મોરબી જેલમાં કેદીએ દારૂની મહેફિલ સાથે ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હોવાનો કથિત વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ત્રણ કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કઈ વાંધાજનક ન મળ્યું હોવાનું અધિકારીઓએ જાહેર કર્યું છે. બીજી તરફ આ વીડિયો ભુજમાં બનાવવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલ મોરબી સબ જેલમાં રહેલા કાચા કામના કેદી બાબુ દેવા કનારાનો એક પાકિસ્તાની કેદી સાથે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ દરમિયાન તેના હાથમાં દારૂ જેવું દેખાતું પ્રવાહી પણ હતું. આ વિડીયો મોરબી જેલનો હોવાની વાત વહેતી થઈ હતી. જેને પગલે જેલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. બીજી તરફ ડીવાયએસપી, એલસીબી અને એસઓજીએ પણ તપાસમાં ઝુકાવ્યુ હતું.ડીવાયએસપી સમીર સરડાએ જણાવ્યું કે પોલીસની ત્રણ ટિમો બનાવી આખી જેલનું સર્ચ કરાયું છે. ક્યાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. વીડિયોમાં દેખાતી માહીતી મેચ થતી નથી. કેદી પાસેથી પણ કોઈ વસ્તુ પણ મળી નથી. અગાઉ પાકિસ્તાની નાગરિક જે ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. તે પણ મોરબી સબ જેલમાં છે. કેદી બાબુ દેવા કનારા હાઈ સિક્યુરિટી ઝોનમાં છે. પાકિસ્તાની નાગરિક સાદી સેલમાં છે.આ વીડિયો અન્ય જગ્યાનો છે. લોકેશન સેમ જણાતું નથી.બીજી તરફ જેલ અધિક્ષક એચ.એ.બાબરીયાએ જણાવ્યું કે આ કેદી 15 ઓગસ્ટથી પાલારા જેલથી અહીં મોકલાયેલ છે. ડીવાયએસપી દ્વારા સઘન ઝડતી કરવામાં આવી છે. ત્રણ કલાકની તપાસમાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ મળી આવેલ નથી. મે 11 દિવસ પહેલા ચાર્જ લીધો છે. અગાઉ માવા પકડાયા હતા. ત્યારબાદ મને અહીં પોસ્ટિંગ અપાયુ છે. હાલ અહીં ઘણા સુધારાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. જે વીડિયો વાયરલ થયો છે. તેમાં બે કેદી છે. જે બન્ને અહીં અલગ અલગ વિભાગમાં છે. એટલે આ જેલનો વિડીયો હોવાનું શક્ય નથી. બન્ને આરોપીએ ભુજમાં સાથે નાસ્તા-પાણી કરતા હોવાનું કબૂલ કર્યું છે. વધુમાં જેલ અધિક્ષકે જણાવ્યું કે વાયરલ વિડીયોમાં કેદીને દાઢી નથી. અત્યારે ઘણી મોટી દાઢી છે. એકાદ મહિનામાં આટલી મોટી દાઢી ન થાય. આ વીડિયો અંદાજે એકાદ- બે મહિના પહેલાનો હોવાનું મારું માનવુ છે. પોલીસ આવાસ નિગમ દ્વારા બનાવેલ જેલનું સ્ટ્રક્ચર એક સરખું હોય છે. એટલે પાછળનું લોકેશન કયાનું છે એ કહી ન શકાય.