સભા પૂર્ણ કરી ખેડૂતોની ઉપસ્થિતિમાં કામ અટકાવવામાં આવશે : પોલીસનો ચુસ્ત બંદોબસ્તમોરબી : માળિયા મિયાણાના ખાખરેચી ગામે ખેડૂતોને ઓછું વળતર આપી વીજ લાઈન નાખવા સામે કોંગ્રેસે આજે સભા યોજી છે. આ સભા બાદ વીજ લાઈનનું કામ અટકાવવામાં આવનાર છે.ખાખરેચી ગામે પાવર ગ્રીડ કંપનીની લાઈન ખેતરોમાં ઓછું વળતર આપીને નાખવામાં આવી રહી છે. ખેડૂતોની પરવાનગી વગર બળજબરીથી કંપની દ્વારા આ લાઈન નાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો છેલ્લા 10 દિવસથી લડત ચલાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના આગેવાનો આજે ખાખરેચી ગામે ધામાં નાખી ખેડૂતોની વ્હારે આવ્યા છે. ખાખરેચી ગામે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયા જિલ્લા કોંગ્રેસ કિશોર ચીખલીયા, મનોજ પનારા, જિલ્લા પંચાયત સભ્ય નયન અધારા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, માળીયા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. તેઓ દ્વારા હાલ સભા ચાલી રહી છે. આ સભા પૂર્ણ થયે ખેડૂતોને સાથે રાખી વીજ લાઈનનું કામ અટકાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.