રાજકોટમાં કેનેરા બેન્કનો MSME આઉટરિચ કાર્યક્રમ યોજાયો : મોરબીના ઉદ્યોગકારોએ પણ આપી હાજરીમોરબી : કેનેરા બેન્ક રાજકોટ દ્વારા આજરોજ MSME આઉટરિચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના 25 જેટલા ઉદ્યોગ સાહસિક માટે બેન્ક દ્વારા રૂ. 114 કરોડની લોન મંજુર કરવામાં આવી છે. ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા દરેક ક્લસ્ટર (જુથ)ને મહત્વ આપતા MSME વિસ્તારો પર ભાર મુક્યો અને માર્ચ 2025 સુધીમાં MSME એકમો માટે જાહેર ક્ષેત્રની બેંકોના કુલ લક્ષ્યાંકમાં રૂ. 1,75,000 કરોડનો વધારો કર્યો. MSME ક્ષેત્રના વિકાસને નવીનતાના સર્જન અને તેના કાયમી વિકાસને વેગ આપતા MSME આઉટરીચ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના 25થી વધુ MSME ઉદ્યોગ સાહસિકોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક પ્રકારના ક્લસ્ટર (જૂથ)ને વિશિષ્ટ યોજનાઓ જેવી કે, સીરામીક અને વિટ્રિફાઇડ ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ, કેનેરા MSME ટેકસટાઇલ સ્કીમ, ઓટોમોટિવ કોમ્પોનન્ટ્સ મેન્યુફેકચર્સ સ્કિમ્સ, કેનેરા MSME ફાર્મા સ્કીમ્સ, કેનેરા MSME INN વગેરે યોજનાઓની માહિતી પ્રદાન કરવાનો હતો. દરેક ક્લસ્ટરને પ્રોત્સાહન આપતો આ કેનેરા બેંકનો ભવ્ય MSME આઉટરિચ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમનો મહત્વનો ઉદ્દેશ્ય MSME ઋણ લેનારાઓને તેમના લાભ માટે બેન્ક દ્વારા વિવિધ પ્રકારની નાણાકીય સુવિધાઓ વિકલ્પો વિશે અવગત કરાવવાનો હતો. આ કાર્યક્રમમાં કેનેરા બેંકના પ્રધાન કાર્યાલય MSME વિભાગના જનરલ મેનેજર સુનિલ કુમાર યાદવની હાજરીમાં યોજાયો હતો. સુનિલકુમાર યાદવ દ્વારા MSME આઉટરીચ પ્રોગ્રામમાં હાજર રહેલા દરેક સાહસિકો સાથે તેમની નાણાકીય જરૂરિયાત માટે ચર્ચા કરી હતી. આ સાથે તેમના વ્યાપક અનુભવથી ઉપસ્થિત દરેક સાહસિકોને વ્યક્તિગત રીતે નાણાંકીય સલાહ સુચન પણ આપ્યું હતું. આ કાર્યક્રમમાં માત્ર મોરબી ક્લસ્ટરમાંથી 25થી વધુ ઉદ્યોગ સહસિકોની અંદાજે 114 કરોડની લોનને મંજૂરી આપવામાં આવી હતી.