વાંકાનેર : મોરબી શહેર જિલ્લામાં પોલીસ દારૂ વેચનાર અને નશો કરનાર અનેક લોકોને રોજે રોજ પકડી રહી છે ત્યારે વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે વાંકાનેરના પરશુરામ પોટરી વિસ્તારમાંથી કિશોર ઉર્ફે ટારઝન ખુશાલભાઈ સોલંકી નામના શખ્સને ભરબપોરે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં લથડીયા ખાતા ઝડપી લઈ નશાનું ભૂત ઉતારી નાખી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.