દારૂની બોટલ વેચનાર વાવડીના શખ્સ તેમજ અન્ય બે બુટલેગરના નામ પણ ખુલ્યામોરબી : મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર નાલા પાસેથી પોલીસે એક શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે પકડી લીધા બાદ ત્વરિત કાર્યવાહી કરી વાવડી રોડ ઉપર બીજો દરોડો પાડી દારૂની પાંચ બોટલ વેચનાર શખ્સના કબ્જામાંથી વિદેશી દારૂજી 50 બોટલ કબ્જે કરી અન્ય બે બુટલેગરના નામ પણ ખોલાવી દારૂ સપ્લાયની ચેન તોડી નાખી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાયન્ટિફિક નાલા પાસેથી આરોપી ધર્મેશભાઈ સુરેશભાઈ મહેતા ઉ.51 નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂની આ બોટલ ગણેશનગર, વાવડી રોડ ઉપર રહેતા આરોપી અહેમદ મહમદભાઈ વડાવરિયા પાસેથી મેળવી હોવાનું કબુલતા પોલીસની બીજી ટીમે ત્વરિત કાર્યવાહી કરી બીજો દરોડો વાવડી રોડ ઉપર ગણેશનગરમાં પાડતા આરોપી અહેમદ મહમદભાઈ વડાવરિયાના ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની 50 બોટલ કિંમત રૂપિયા 16,400 મળી આવતા આરોપી અહેમદની પણ ધરપકડ કરી હતી.વધુમાં સીટી એ ડિવિઝન પોલીસની બીજી ટીમે પાડેલ દરોડામાં આરોપી અહેમદે વિદેશી દારૂનો આ જથ્થો કાલિકા પ્લોટમાં રહેતા મકબુલ હનીફભાઈ ચાનીયા અને કબીર ટેકરીમાં રહેતા સાહિલ સીદીકભાઈ ચાનિયા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી વિદેશી દારૂના સપ્લાય નેટવર્કને ભેદવા પ્રયાસ કર્યો હતો.