મોરબી : મોરબીના વાવડી બાયપાસ પાસે અતુલ શક્તિ શો-રૂમની બાજુમાં ભગાનજીભાઈ કરશનભાઈ નકુમના પરિવાર દ્વારા આગામી તારીખ 23 નવેમ્બરના રોજ ચામુંડા માતાજી તથા ખોડીયાર માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો યોજાશે.પાર્વતીબેન તથા ભગવાનજીભાઈ કરશનભાઈ નકુમના પરિવાર દ્વારા યોજાનારા 24 કલાકના નવરંગા માંડવા નિમિત્તે 22 નવેમ્બરના રોજ રાત્રે માંડલુ યોજાશે. 23 નવેમ્બરના રોજ સાંજે 6 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. અને 23 નવેમ્બરે સાંજે 5 કલાકે માતાજીના સામૈયા કરવામાં આવશે. આ નવરંગા માંડવામાં ડાકના કલાકાર જીતાભાઈ પેથાણી ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરશે. સાથે જ માતાજીના ભુવાશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.