મોરબી : મોરબીના મકરાણીવાસમાં યુસુફ ચાનિયાની ક્લિનિક ખાતે ડો. હસ્તીબેન મહેતાનાં ૧૪માં એકદિવસીય કેમ્પનું આયોજન સ્વ.જયેન્દ્રભાઈ છગનલાલ નીરંજનીની સ્મૃતિમાં દમયંતીબેન, સુપુત્ર સિદ્ધાર્થ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં દર્દીનું વજન કરી, તપાસી અને ત્રણ દિવસની ફ્રી દવા સાથે જરૂરિયાત મુજબ બીપી ચેક તથા બ્લડ સુગર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દર્દીને વધુ સારવારની જરૂરિયાત મુજબ સલાહ આપવામાં આવી હતી. આ તકે જયસુખભાઇ ભાલોડીયા દ્વારા પોઇન્ટની વિશેષ સારવાર સાંધા, હાડકાના દુખાવાના દર્દીને આપવામાં આવી હતી. જે સારવારથી દર્દીઓએ રાહતની લાગણી અનુભવી હતી. કેમ્પને સફળ બનાવવા વકીલ યુસુફભાઈ તેમજખેરુન બેન દાદ મામદ બ્લોચ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, દર્શનાબેન ત્રિવેદી, કૌશીકાબેન રાવલ તેમજ જનકભાઈ ભટ્ટે સેવા આપી હતી.