મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછ કરતા 5 બાઇક ચોરીના ભેદ પણ ઉકેલાયા છે. પોલીસે આ શખ્સ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટિમ શોભેશ્વર રોડના નાકા પાસે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન શક્તિભાઈ સુખાભાઇ કેશાભાઇ વીંછીયા ઉ.વ.૨૦ નામનો શખ્સ એક શંકાસ્પદ બાઇક નીકળતા પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં સર્ચ કરી જોતા GJ 03 EH5007 બાઇકના માલીક મહેન્દ્રસિંહ જામભા ઝાલા રહે-પીપળી હોવાનું સામે આવ્યું હતું. જો કે સીટી બી ડિવિઝન પોલીસે આ મામલે બાઇક ચોરીનો દિવસ પૂર્વે જ ગુનો નોંધાયો હતો. આરોપીની પુછપરછ કરતા તેને સમર્પણ હોસ્પિટલ પાસેથી બાઇક ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. ઉપરાંત તેને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી અન્ય ત્રણ અને હળવદમાંથી એક બાઇક ચોરી કર્યા હોવાનું ખુલ્યું છે.