મોરબી : મોરબીમાં તારીખ 19 નવેમ્બરના રોજ LIC ઓફ ઇન્ડિયા, મોરબી શાખાના એજન્ટમિત્રો માટે મોરબીના શનાળા રોડ પર આવેલી હોટલ જ્વેલ'ડી સ્યુટ ખાતે સ્નેહમિલન અને મેગા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના તલાટીયા સાહેબ અને મોરબી બ્રાન્ચ મેનેજર શુભમ સિંગલાએ ઉપસ્થિત રહીને એજન્ટ મિત્રોને કાર્યક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું.મોરબી બ્રાન્ચના ABM મહેતા સાહેબ અને સર્વે વિકાસ અધિકારીઓએ મિટીંગના સફળ આયોજન માટે પથિક પ્રયાસો કર્યા હતા. ખાસ કરીને વિકાસ અધિકારી મયુરભાઈ રાખસીયાએ કાર્યક્રમને સફળ બનાવવા વિશેષ જહેમત ઉઠાવી હતી. આ મીટિંગમાં એજન્ટમિત્રોને નવી યોજનાઓ અને વ્યાવસાયિક પદ્ધતિઓ વિષે માહિતી આપવામાં આવી હતી. અંતમાં ઉપસ્થિત તમામ લોકોએ સાથે રાત્રી ભોજન લઈ સ્નેહમિલન કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી.