ખેતરમાં ઘુસી અજમો અને જારના વાવેતરમાં 51 ગાય અને 3 પાડીને ચરવા મૂકી ખેંદાન મેદાન કરી નાખ્યુંવાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં એક પશુપાલકે પોતાની 51 ગાય અને 3 પડીઓને જાર અને અજમાના પાકમાં છૂટી મૂકી બે ખેતરમાં ખેદાન - મેદાન કરી નાખી રૂપિયા 95 હજારનું નુકશાન કરી નાખતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સોનિયા નામની સીમમાં વાડી ખેતર ધરાવતા ફરિયાદી અહેમદરજા હુસેનભાઈ શેરસિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રતાભાઈ શંકરભાઇ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.29 ઓક્ટોબરના રોજ આરોપી રતાભાઈએ પોતાની 51 ગાય અને ત્રણ પાડી ફરિયાદીના ખેતરમાં ઘુસાડી દઈ જારના પાકમાં ઢોર ચરાવી દઈ 50 હજારની નુકશાની કરી હતી. સાથે જ ફરિયાદીના કૌટુંબિક ભાઈની વાડીમાં વાવેલ અજમામા પણ ગાયો અને પાડીઓને ચરાવી નાખી 45 હજારનું નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભેલાણના આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત પંચાયત અધિનયમ સહિતની જુદી જુદી કલમો મુજબ પશુપાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.