મોરબી : મોરબી તાલુકાના મકનસર અને નવા મકનસર ગામે તાલુકા પોલીસ ટીમે બે અલગ અલગ દરોડામાં ચાર જુગારીઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પ્રથમ દરોડામાં મકનસર ગામે સંતોષ ટ્રાન્સપોર્ટ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ચેતન ચંદુલાલ ઘાટેલિયા અને જીતેશ વિરજીભાઈ થરેશાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 950 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં પોલીસે નવા મકનસર ગામે પાણીના ટાકા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મહેશ ધીરુભાઈ દેગામા અને વેલજીભાઈ ભીખાભાઇ ચૌહાણને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.