નાનો ભાઈ અવાર નવાર મજાક કરતો હોવાથી પાનના ગલ્લે ચાર આરોપીઓએ કર્યો હુમલોહળવદ : હળવદ તાલુકાના માથક ગામે મજાક મસ્તી કરવા બાબતે યુવાન ઉપર વિના કારણે ચાર આરોપીઓએ હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા ફરિયાદી શક્તિસિંહ રાજુભાઇ ગોહિલ ઉ.20 નામના યુવાને આરોપી સુરેશ ઘોઘજીભાઈ જેતપરા, રવિ રણછોડભાઈ સડાણીયા, રણછોડભાઈ પોપટભાઈ સડાણીયા અને બાબુભાઇ પોપટભાઈ સડાણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરિયાદી શક્તિસિંહનો નાનોભાઈ નિખિલ અવાર નવાર આરોપી સુરેશની મસ્તી કરતો હોવાથી તમામ આરોપીઓએ તા.18ની રાત્રે તકદીર પાનના ગલ્લા પાસે છરી સાથે ધસી આવી શક્તિસિંહને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.