- text
આગલા દિવસે ફાયનાન્સ કંપનીના સ્ટાફે તિજોરીમાં મુકેલા નાણાં ચોરાયા, તસ્કર સીસીટીવીમા કેદ, જાણભેદુએ ચોરી કર્યાની શંકા
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખાનગી ફાયનાન્સ કંપનીમાં ત્રાટકેલા જાણભેદુ તસ્કરે ચાવી વડે ઓફીસ તેમજ તિજોરીના તાળા ખોલી રૂપિયા 7 લાખથી વધુની ચોરી કરી જતા ચોરીની આ ઘટના અંગે ફાયનાન્સ કંપનીના મેનેજરે ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, ચોરીને અંજામ આપનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ ગયો છે.
- text
મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમા આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પેઢીની ઓફિસમાંથી ગત તા.15ની મોડીરાત્રીના સમયે મોઢા ઉપર બુકાની બાંધીને આવેલ તસ્કર પેઢીની ઓફિસના તેમજ તિજોરીના તાળા ચાવી વડે ખોલી રૂપિયા 7, 01,500ની રોકડ રકમ ચોરી કરી જતા ફાયનાન્સ કંપનીના મેનેજર જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.ભૂમિ ટાવર પાછળ વાવડી રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. નોંધનીય છે કે આરોપીએ ચાવી વડે તાળા ખોલી ચોરીને અંજામ આપ્યો હોય આ ઘટનામાં જાણ ભેદુએ હાથ માર્યાના સંકેતો મળી રહ્યા છે.
- text