ધારાસભ્ય તેમજ અધિકારીઓએ વાંકાનેરના જાલસિકા ગામના ડાંગર પરિવારને ચેક અર્પણ કર્યો મોરબી : વાંકાનેરના જાલસિકા ગામમાં મચ્છુ નદીના વહેણમાં તણાઈ જવાથી ભાવેશભાઈ રાવતભાઈ ડાંગરનું અવસાન થયું હતું. ત્યારે તેમના પરિવારને આજ રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચુકવવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલસિકા ગામ ખાતે તારીખ 1-9-2024ના રોજ મચ્છુ નદીના વહેણમાં તણાઈ જવાથી ભાવેશભાઈ રાવતભાઈ ડાંગરનું અવસાન થયું હતું. જેમના પરિવારને આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4,00,000ની સહાય ચુકવવામાં આવી છે. આ દરમ્યાન વાંકાનેરના ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત સભ્ય, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.