શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ નગરપાલિકા ચીફ ઓફિસરને કરી લેખિતમાં રજુઆતમોરબી : મોરબી શહેરમાં આવેલી ધી.વી.સી.હાઈસ્કુલની પાછળનાં રસ્તા પર ભુગર્ભ ગટરની યોગ્ય સફાઈ કરવા અંગે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસીમ મનસુરી દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરમાં ધી.વી.સી હાઈસ્કુલની પાછળનાં રસ્તા પર ભુગર્ભ ગટર અત્યંત બિસ્માર હાલતમાં હોય તેમાંથી નીકળતું પાણી રોડ પર નદી ની જેમ વહી રહ્યું છે. ત્યારે બાજુમાં જ સ્કુલ આવેલી હોય ત્યાં અભ્યાસ અર્થે આવતા વિધાર્થીઓ ને ખુબજ તકલીફ પડે છે. આ ગટરનાં પાણીથી મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેથી અહીં આવતા વિધાર્થીઓને પણ આવનારા દિવસોમાં મચ્છર જન્ય રોગ નો સામનો ન કરવો પડે તે હેતુથી તાત્કાલીક અસરથી આ વિસ્તારમાં ભુગર્ભ ગટરની સફાઈ કરાવા મોરબી નગર પાલિકાને માંગ કરવામાં આવી છે.