મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર તસ્કરોએ ફાયનાન્સની ઓફિસને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.javascript:nicTemp();મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમા આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પેઢીની ઓફિસમાંથી ગત તા.15ની મોડીરાત્રીના સમયે મોઢા ઉપર બુકાની બાંધીને આવેલ તસ્કર પેઢીની ઓફિસના તેમજ તિજોરીના તાળા ચાવી વડે ખોલી રૂપિયા 7, 01,500ની રોકડ રકમ ચોરી કરી જતા ફાયનાન્સ કંપનીના મેનેજર જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે.ભૂમિ ટાવર પાછળ વાવડી રોડ, મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. નોંધનીય છે કે આરોપીએ ચાવી વડે તાળા ખોલી ચોરીને અંજામ આપ્યો હોય આ ઘટનામાં જાણ ભેદુએ હાથ માર્યાના સંકેતો મળી રહ્યા છે.જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.