સરદારજી પરિવાર ભૂંડ પકડવા આવતા આરોપીઓએ ગાડીમાં નુકશાન કરી માર મર્યાનો આરોપહળવદ : હળવદ શહેરના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં સાતેક દિવસ પૂર્વે ભૂંડ પકડવા બાબતે થયેલ ઝઘડામાં વળતી ફરિયાદ નોંધાઇ છે, જેમાં ધ્રાંગધ્રાથી ભૂંડ પકડવા આવેલ સરદારજીને ત્રણ આરોપીઓએ માર મારી ગાડીમાં નુકશાન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.હળવદ શહેરના ભવાની નગર ઢોરો વિસ્તારમાં ભૂંડ પકડવા આવેલ ધ્રાંગધ્રાના રહેવાસી જોગિંદરસિંઘ ગુરુમુખસિંઘ ટાંક ઉ.29એ હળવદ પોલીસ મથકમાં આરોપી આરોપી મહેન્દ્રસિંઘ બિશનસિંઘ બગ્ગા, રહે.વાંકાનેર, જીતસિંઘ પ્રધાનસિંઘ ટાંક રહે.ધ્રાંગધ્રા અને આરોપી બહાદુરસિંઘ કરતારસિંઘ ભાદા રહે.ચુપણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.12 નવેમ્બરના રોજ ભૂંડ પકડવા માટે હળવદ આવ્યા હતા ત્યારે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ભૂંડ પકડવા માટે ઝઘડો કરી અગાઉ કરેલી અરજી પાછી ખેંચી લેવા ઝઘડો કરી ગાડી સાથે ગાડી અથડાવી નુકશાન કર્યું હતું. સાથે જ ત્રણેય આરોપીએ ફરિયાદી જોગિંદરસિંગ તેમજ સાહેદ ત્રિલોક અને બળદેવને પણ માર માર્યો હતો. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.