- text
વાંકાનેર : વાંકાનેરથી કુવાડવા વચ્ચે ટ્રાફિક વધી રહ્યો હોય, અહીં નવો ફોરલેન રોડ બનાવવા રવિરાજસિંહ ઝાલા નામના જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી તેમજ અધિકારીઓને રજુઆત કરી છે.
આ રજુઆતમાં જણાવાયુ છે કે કુવાડવા ગામથી વાંકાનેર સુધીનો રોડ ફોરલેન બનાવવા માટે વર્ષોથી રજુઆત થઈ રહી છે. આ રોડ ઉપર સતત ટ્રાફિક જામ થતો હોય તેમજ આ રોડ ઉપર અનેક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે. વારંવાર ભારે વાહનોની અવર જવર રહેતી હોવાથી વારંવાર અકસ્માતના બનાવો બને છે. તો તાત્કાલિક રોડને નવો અને ફોરલેન બનાવવામાં આવે તેવી અનેકવાર રજુઆત થઈ છે. છતાં આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ રોડ ઉપર વાંકાનેર તેમજ જડેશ્વર મંદિર, માટેલ તેમજ મોરબી જવા માટે વાહનોની મોટી સંખ્યામાં અવર જવર હોવાથી રોડ ઉપર સતત ટ્રાફિક વધતો જાય છે. જેથી વહેલાસર આ રોડ બનાવવામાં આવે તેવી માંગ છે.
- text
- text