- text
વાંકાનેર : વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યુ.પી.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ તથા વાંકાનેરની કૉલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સેમિનાર વાંકાનેર તાલુકાની અમરસિંહજી હાઈસ્કૂલ અને ઈન્દુમતિબેન મહેતા મહિલા કોમર્સ કૉલેજ ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં મોરબીના જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ ઉપરાંત વાંકાનેર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી આર.એ.કોંઢીયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી બિપિનભાઈ સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી.વોરા , બી.આર.સી.કૉ.ઑ. મયૂરરાજસિંહ પરમાર, અમરસિંહજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એમ.જી.સોલંકી, ઈન્દુમતિબેન મહેતા મહિલા કોમર્સ કૉલેજના પ્રિન્સિપાલ શીતલબેન શાહ, સી.આર.સી.કૉ.ઑ. રફીકભાઈ માથકિયા ઉપસ્થિત રહ્યા હતા.
- text
- text