ખેડૂતો જાતે પણ ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકશે, જાણો સમગ્ર પ્રક્રિયા

- text


સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા ફાર્મર રજિસ્ટ્રી જરૂરી

ભારત સરકાર દ્વારા ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થે ડિજિટલ ઓળખ આધાર સાથે ખેડૂત આઈડી, ઇલેક્ટ્રોનિક ખેડૂત રજિસ્ટ્રી, પ્રમાણિત (SSO, eKYF) કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. ફાર્મર રજિસ્ટ્રીનો ઉપયોગ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવ (MSP), E-NAM (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) થતો હોય ખેડૂતોએ આ રજિસ્ટ્રેશન કરાવી લેવા સૂચના આપવામાં આવી છે. ફાર્મર રજિસ્ટ્રી માટે ખેડૂતોએ કોઈ કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી. કેમ કે ખેડૂતો પોતાની રીતે પણ આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે. તો આવો જાણીએ સેલ્ફ મોડમાં ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે કરાવવું ?

- text

સેલ્ફ મોડમાં ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે અનુસરવાના થતાં સ્ટેપ.
– ખેડૂતે https://gjfr.agristack.gov.in/ લિન્ક ઓપન કરીને ફાર્મર લૉગિનમાં create new account પર ક્લિક કરવું.
– સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
– ત્યારબાદ ખેડૂતને તેમના આધારથી લિન્ક મોબાઈલ નંબરમાં otp મેળવશે તે દાખલ કરવો.
– આધારના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
– તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.
– ત્યારબાદ સૌથી નીચે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
– ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે.
– લોગીન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકે છે.
– આધાર કાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે.
– આપેલ land ownership ડ્રોપ ડાઉન માંથી ઓપરેટરે owner પસંદ કરવાનું રહેશે. Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે.
– fetch land details પર ક્લિક કરવું.
– ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો.
– આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો.
– જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર fetch થઈ જશે.
– Fetch થયેલ સર્વે નંબરનો name match score ચેક કરવાનો રહેશે.
– એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ verify all land પર ક્લિક કરવું.
– નીચે આપેલ ૩ ચેક બોક્ષ ટીક કરવા.
– ત્યારબાદ save બટન પર ક્લિક કરવું.
– ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
– ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો. આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો.
– ત્યારબાદ submit પર ક્લિક કરવું.
– રજિસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.

- text