- text
જે બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું ત્યાં સતત ટ્રાફિક : જર્જરીત બ્રિજનું રિપેરીંગ કામ વહેલાસર શરૂ થાય તેવી લોકમાંગ
વાંકાનેર : વાંકાનેરના સિંધાવદર પાસે જર્જરિત બ્રિજના સમારકામમાં વિલંબથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જે બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું ત્યાં સતત ટ્રાફિક રહે છે. જેથી જર્જરીત બ્રિજનું રિપેરીંગ કામ વહેલાસર શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે.
વાંકાનેરના સિંધાવદર પાસે રાજકોટને જોડતા માર્ગ ઉપરનો બ્રિજ જર્જરીત હાલતમાં હોય થોડા સમય પૂર્વે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજ બંધ કર્યા બાદ જે સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે કોઝવે પર અવાર નવાર ટ્રાફિકજામ થાય છે. જેને કારણે અકસ્માતનો ભય રહે છે. બીજી તરફ જર્જરિત બ્રિજ નું હજુ સુધી સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી.માત્ર બ્રિજ બંધ કરી દઈ તંત્ર દ્વારા સંતોષ માની લેવાયો છે. હજારો વાહનોની અવર જવરને ધ્યાને લઈ તાકીદે મુખ્ય બ્રિજનું સમાર કામ કરી બ્રિજ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
- text
- text