વાંકાનેરમાં ખેડૂતોને ડી.એ.પી. ખાતર પૂરું પાડવા કોંગ્રેસ નેતાની માગ

- text


મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતો માટે તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવા રજૂઆત કરાઈ

વાંકાનેર : વાંકાનેર વિસ્તારમાં ખેડૂતોને જરૂરતના સમયે ડી.એ.પી. ખાતર પૂરું પાડવા અંગે વાંકાનેરના કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો શિયાળુ પાક માટે ખેતીની તૈયારી કરી રહ્યા હોય ત્યારે આવી તાતી જરૂરિયાતના સમયે જ સમગ્ર વિસ્તારમાં ડી.એ.પી. ખાતરની અછત સર્જાય છે. જેથી આ બાબતે વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ ગઢવાળા દ્વારા ખેડૂતોના હિતમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલીક જથ્થામાં ખેડૂતો માટે ખાતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

- text

- text