કોંગી નેતાઓ અને ખેડૂતો વિરોધ માટે ઉમટી પડશે : દરેક ખેડૂતોને અન્યાય સામેની લડતમાં ઉમટી પડવા કોંગ્રેસ પ્રમુખનું આહવાનમોરબી : માળિયા મિયાણાના ખાખરેચી ગામે શુક્રવારે ખેડૂતોને સાથે રાખી વિરોધ પ્રદર્શન યોજી કામ અટકાવવાનું કોંગ્રેસે એલાન કર્યું છે. આ વેળાએ કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજરી આપશે. આ અંગે વિગતો આપતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યા વગર પાવરગ્રીડ કંપની દ્વારા પોલીસને સાથે રાખી બળજબરીપૂર્વક ટ્રાન્સમિશન લાઈન નાખવામાં આવી રહી છે. ખેડૂતોને થતા અન્યાયની લડત સામે તા.22ને શુક્રવારે વિરોધ કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું કે લલિતભાઈ કગથરા, મહમદ જાવેદ પીરઝાદા સહિતના નેતાઓ, કાર્યકર્તાઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં શુક્રવારે સવારે 10 કલાકે ખાખરેચી ઉમટી પડશે. ખેડૂતોની બહોળી ઉપસ્થિતિમાં કોંગ્રેસ દ્વારા આ કામ અટકાવવામાં આવશે. અંતમાં અન્યાય સામેની આ લડતમાં વધુમાં વધુ ખેડૂતો જોડાઈ તે માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આહવાન કર્યું છે.