લજાઈ ખાતે ઉમા સંસ્કાર ધામમાં આગામી 15 જાન્યુઆરીથી લગ્નની શરણાઈઓ શરૂ થઈ જશે

- text


 

સમાજવાડીના 2 યુનિટ રૂ.51-51 હજારમાં ભાડે અપાશે : આદર્શ લગ્ન હોલમાં બન્ને પક્ષ પાસેથી માત્ર રૂ.5100 લઈ દરરોજ બે લગ્ન પ્રસંગ કરાશે : થોડા દિવસોમાં જાહેર કરાશે માર્ગદર્શિકા

મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી દ્વારા ટંકારાના લજાઈ ખાતે ઉમા સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આગામી 15મી જાન્યુઆરીથી લગ્નની શરણાઈઓ શરૂ થઈ જશે. જે અંગે થોડા દિવસોમાં માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવશે.

લજાઈ ખાતે ઉમા સંસ્કારધામમાં નવનિર્મિત ઉમિયા માતાજીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉપરાંત ઉમા સમાજવાડી યુનિટ-1, યુનિટ-2, ઉમા આદર્શ લગ્ન હોલ, ઉમા અતિથિ ભવન અને ઉમા રંગભવન તેમજ અમદાવાદ ખાતે નવનિર્મિત ઉમા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે આગામી 15 જાન્યુઆરીથી અહીં લગ્ન પ્રસંગ શરૂ કરવામાં આવશે.

- text

અહીં સમજવાડીના જે બે યુનિટ આવેલા છે. તેનું ભાડું રૂ.51 હજાર રાખવામાં આવશે. જ્યારે આદર્શ લગ્ન હોલ છે. તેમાં વર અને કન્યા પક્ષ પાસેથી માત્ર રૂ.5100-5100 લઈને લગ્ન કરાવી આપવામાં આવશે. જેમાં બન્ને પક્ષના 101-101 લોકોને જમાડવા સહિતની સુવિધા પણ આપવામાં આવશે. સાથે રૂ.65 હજારનો કરિયાવર પણ સમાજ તરફથી આપવામાં આવશે. અહીં દરરોજ બે આદર્શ લગ્ન કરી શકાશે. ઉમા સંસ્કાર ધામ દ્વારા આગામી દિવસોમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, શુ નિયમો હશે તે અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. તેમ એ.કે.પટેલે જણાવ્યું છે.

- text