વાંકાનેર : વાંકાનેર 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતાની સફળ ડિલિવરી કરાવી હતી. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે 15 નવેમ્બરના રોજ રાત્રે 8-42 મિનિટે 108 વાંકાનેર ટીમને કોલ મળ્યો હતો. જેથી 108ની ટીમ વાંકાનેરના જામસર ગામે પહોંચી હતી. જ્યાં પ્રસુતા જોષનાબેન રસિકભાઈ દેલવાડીયાને પ્રસુતાની પીડા ઉપડતાં તેઓને 108 મારફતે લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જ ઈઆરસીપી ડો. મીત સાહેબ, ઈએમટી હિતેષભાઈ ઝાપડા અને પાયલોટ રામભાઈએ પ્રસુતાની સફળ ડિલિવરી કરાવી હતી.