- text
મોરબી : રાષ્ટ્રીય વાઈ દીવસ નિમિતે આજ રોજ તારીખ 16-11-2024ને શનિવારના રોજ સાંજે 6 કલાકે ઇન્ડિયન એકેડમી ઓફ ન્યુરોલોજી દ્વારા વાઇ (ખેંચ /આંચકી તાણ) વિષે ગુજરાતીમાં વાર્તાલાપ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મૂળ મોરબીના વતની અને હાલ રાજકોટના ડૉ. નિશીથ પટેલ અને ગુજરાતના અન્ય ન્યુરોલોજિસ્ટ્સ દ્વારા વાઈની બીમારી વિષે સરળ ભાષામાં જાણકારી અને સમજ આપવામાં આવશે.
- text
- text