સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા અને લંગર સહિતના કાર્યક્રમો સંપન્ન : ગુરુનાનક દરબાર સિંધુ ભવન ખાતે અખંડ પાઠ યોજાયા મોરબી : મોરબી ખાતે 555મી ગુરુ નાનક જયંતીની ભક્તિભાવપૂર્વક અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી મોરબી શહેરમાં વસવાટ કરતા સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિ નિમિતે લંગર પ્રસાદ, નગર કીર્તન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.મોરબીમાં વસવાટ કરતા સિંધી સમાજ મોરબી દ્વારા શુક્રવારના રોજ શ્રી ગુરુ નાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્ટેશન રોડ પર આવેલા શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવન ખાતે સવારે નિતનેમ, આશાદિ વાર અને કીર્તન અને અરદાસ કરવામાં આવ્યા બાદ અખંડ પાઠ સાહેબની સમાપ્તિ કરવામાં આવી હતી. સાથે જ બપોરે લંગર પ્રસાદ અને સાંજે નગર કીર્તન (શોભાયાત્રા) યોજાવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવનથી પ્રસ્થાન કરી શહેરના રાજમાર્ગો પર ફરી હતી તેમજ રાત્રે કથા, કીર્તન, સીમરન સાથે ફૂલોની વર્ષા કરી શ્રી ગુરુનાનક દેવજીનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.