- text
હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ પર આવેલ હરીદર્શન સોસાયટીમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની બાળકી ફળિયામાં રમતી હતી. ત્યારે ત્યાં રહેલા પાણીના ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાણેકપર રોડ પર આવેલ હરિ દર્શન સોસાયટીમાં રહેતા અનિલભાઈ ઉઘરેજાની ત્રણમાં વર્ષની બાળકી દિક્ષિતા ફળિયામાં રમી રહી હતી. ત્યારે ફળિયામાં જ રહેલા પાણીના ટાંકામાં રમતા રમતા પડી જતા મોત નિપજ્યું છે. બનાવના પગલે પરિવારજનો દ્વારા બાળકીને પાણીના ટાંકામાંથી બહાર કાઢી પીએમ માટે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી. આ બનાવને પગલે સમગ્ર પરિવાર શોકમય બની ગયો છે.
- text
- text