- text
મોરબી : જે ખેડૂતોના પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છે તેઓએ ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ડિસેમ્બર મહિનામાં 19મો રૂ.2000 નો હપ્તો આવનાર છે. જેના માટે આ રજિસ્ટ્રેશન ફરજીયાત છે. જમીન ખાતામાં જેટલાં ખેડૂતોના (સભ્યો )ના નામ છે બધાનું ખેડૂત ID કાર્ડ બનાવવું ફરજીયાત છે. આ માટેના જરૂરી ડોક્યુમેન્ટમાં 1) આધારકાર્ડ, 2) આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ, 3) 8 અ ની નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત ખાતે VCE નો સંપર્ક કરવાનો રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.
- text
- text