યુવાન પાસેથી વગર કારણે ફોન, ગાડી, બુલેટ અને 5.46 લાખ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસને કડક હાથે કામ કરવાની સૂચના આપી હતી : ધારાસભ્યhttps://youtube.com/shorts/dfNh12vqdAY?si=3xFYDJxcttKBV4sTમોરબી : મોરબીમાં એક જ દાદા હશે, એ હનુમાન દાદા. કોઈને કઈ પણ તકલીફ હોય પોતાની પાસે આવવા ધારાસભ્ય કાંતિલાલે આહવાન કર્યું છે. રાજકીય આગેવાન દ્વારા ધારાસભ્ય ઉપર કરેલા આક્ષેપો સામે ધારાસભ્યએ વિડીયો સંદેશ જાહેર કરી આ વાત જણાવી હતી.ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ લખનઉથી એક વિડીયો જાહેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે દેવ સોરીયા આજથી થોડા દિવસ પૂર્વે મારી પાસે આવ્યો હતો. શનાળા ગામના શખ્સે કારણ વગર 5.46 લાખ રોકડા, મોબાઈલ, ગાડી અને બુલેટ પડાવી લઈ અપહરણ કરી જાનથી મારી નાખવા ધમકીઓ આપતો હોવાની આપવીતી જણાવી હતી. મે તુરંત ડીવાયએસપીને કહી ફરિયાદ લેવડાવી હતી અને કડક હાથે કામ કરવાની સૂચના આપી હતી. હું 45 વર્ષના જાહેર જીવનમાં એક પણ ખોટા બારણે બેઠો નથી. એ મારું સર્ટીફીકેટ છે. પોલીસ પાસેથી કડક હાથે કામ લેવડાવીશ. મોરબીમાં એક જ દાદા છે. તે હનુમાન દાદા. કઈ પણ તકલીફ હોય તો મારી પાસે આવજો. તેમ અંતમાં ધારાસભ્યએ જણાવ્યું હતું.