મોરબી : મૂળ ઉત્તર પ્રદેશના રસુલબાદ (કાનપુર)ના અને મોરબીમા રહેતા ગરીબ પરિવારની 8 વર્ષની બાળકીનો કોઈ આકસ્મિક કારણોસર હાથ કપાઈ ગયો હતો. જે અંગે ક્ષત્રિય કરણી સેનાને જાણ થતા જિલ્લા અધ્યક્ષ બલરામસિંહ સેંગર અને એમની ટીમે રૂબુર મુલાકાત કરી ઓપરેશન માટે રૂ.40,000 અને પરિવાર માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આગળ પણ કઈ જરૂર પડે એમને પુરા સહકાર કરવાની સંતાવાના આપી છે. તેમ યાદીમાં જણાવાયું છે.