સરકારી શાળાના છાત્રોના સ્કિલ ડેવલપમેન્ટ માટે ત્રિ-દિવસીય વર્કશોપનો પ્રારંભ

- text


પ્રથમ દિવસે ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં ૮૮ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

મોરબી : મોરબી જીલ્લાની સરકારી શાળામાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલોપમેન્ટ થાય તે માટે જીલ્લા કક્ષાએ એલ. ઈ. કોલેજ મોરબી ખાતે તા: ૧૨-૧૩-૧૪ એમ ત્રિ- દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત પ્રથમ દિવસે ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં રસ ધરાવતા કુલ ૮૮ વિદ્યાર્થીઓએ આ સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓને ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

- text

આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, જીલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એ. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વર્કશોપનું આયોજન સમગ્ર શિક્ષાના મદદનીશ જીલ્લા કો.ઓ પ્રવિણ ભોરણીયા અને તેમની ટીમે કરેલ હતું.

- text