- text
મોરબી : રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી મુજબ ૨૦૦૫ પહેલાના શિક્ષકો માટે ગુજરાત સરકાર દ્વારા “જૂની પેન્શન યોજના”નો ઠરાવ થવા બદલ મોરબી જિલ્લા પંચાયત ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, વાંકાનેર, માળિયા, હળવદ, ટંકારા, મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, એચ.ટાટ. શિક્ષક સંઘ, નોપ્રુફ NOPRUF મોરબી જિલ્લા સંગઠન દ્વારા મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ નરેન્દ્રભાઈ શામજીભાઈ કાલરિયા, સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગર, જિલ્લા કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ રબારી, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુભાઈ હુંબલ, મહામંત્રી મુશ્તાકભાઈ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનજીભાઈ કુંભારવાડિયા, મહામંત્રી વિશાલભાઈ ગોધાણી, એચ.ટાટ શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, મહામંત્રી મુકેશભાઈ મારવાણિયા, એચ. ટાટ. આગેવાન અશ્વિનભાઈ રાઠોડ, માળિયા તાલુકાના મહામંત્રી હસુભાઈ વરસડા, હળવદ તાલુકાના મહામંત્રી ચતુરભાઈ પાટડિયા, મોરબી શહેરના પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ચમનભાઈ ડાભી, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ કુંડારિયા, મહામંત્રી કાનજીભાઈ રાઠોડ, ટંકારા તાલુકાના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ વિજયભાઈ કાનગડ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી નજરુદ્દીનભાઈ માથકિયા, સિનિયર કાર્યાધ્યક્ષ અબ્દુલ રહીમ બાવરા, કોપ સદસ્ય નરેન્દ્ર મણિલાલ કાલરિયા, કોપ સદસ્ય અબ્દુલભાઈ શેરસિયા, સંઘ સદસ્ય નિઝામુદ્દીન શેરસિયા તથા મોરબી જિલ્લાના શિક્ષકોએ ભાગ લીધો હતો.
જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતા મહેતાને મીઠાઈ ખવડાવાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ મેળવેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા મોરબી જિલ્લા પંચાયતના મેદાનમાં ફટાકડા ફોડીને આનંદની ઉજવણી કરવામાં હતી.
- text
- text