હળવદ : ધ્રાંગધ્રા - માળીયા મિયાણા હાઇવે ઉપર હળવદ તાલુકાના કોયબા ગામના પાટિયા પાસે જીજે - 36 - એએમ - 6377 નંબરનું બાઈક લઈને જઈ રહેલા ફરિયાદી વિનોદભાઈ શંકરભાઇ મણદરિયાના બાઈક સાથે જીજે - 27 - સીએફ - 4093 નંબરની કારના ચાલકે અકસ્માત સર્જી બાઇકને સાઈડમાંથી ટક્કર મારતા વિનોદભાઈ તેમજ તેમના નાના ભાઈ નાગજીભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.